મિત્રો,
આપણાં ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણનો ઉત્સવ એક બહુ જ પોપુલર ઉત્સવ છે. આખુ રાજ્ય આ દિવસે હર્ષ અને ઉલ્લાસથી એક સંપથી આ તહેવારનો આનંદ માણે છે. આ ઉત્સવમાં જેમ આપણા પક્ષે આનંદ છે, તેમ પક્ષીઓ માટે દુ:ખદ પ્રસંગ છે. જેમકે પતંગના દોરાથી પક્ષીઓની પાંખોને ઇજા થાય છે. પક્ષીઓને આ ઇજામાંથી બચાવવાની આપણી સૌની ફરજ છે. ઘણા માણસો આ કામ પોતાની પ્રાથમિકતા સમજે છે. જેમકે મિત્ર કલ્પેશભાઇ અને અંજનાભાભી, દરેક વર્ષે પોતાની રીતે ઉત્તરાયણ ઉજવે છે. જેમકે ૧૪ અને ૧૫ તારીખે તેઓ બંન્ને પક્ષી બચાવો કેમ્પમાં જાય છે અને ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. અને ઉત્તરાયણ બાદ વિધ્યાર્થી મિત્રોના સહકારથી ખરાબ દોરાઓ વિણી તેમને બાળી નાખી પક્ષીઓ ને ભયમુક્ત કરે છે. જે પણ વિધ્યાર્થી આ કાર્યમાં સહકાર આપે છે તેને પ્રોત્સાહક ઇનામ પણ આપે છે.
મિત્રો, આપણે સૌએ આવા મિત્રોને ખુબ જ ભાવથી વધાવી લેવા જોઇએ..
સેલ્યુટ Anjnabhabhi Kalpeshbhai