૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી “ વાઇલ્ડ લાઈફ સપ્તાહ “ તરીકે ઉજવવા માં આવે છે. જે અન્વયે આ વર્ષે વન વિભાગ ગુજરાત સરકાર , બી.પી. કોલેજ ઓફ બી બી એ તેમજ વનશ્રી ટ્રસ્ટ દ્વારા કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંચાલિત દરેક કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે આંતર કોલેજ નિબંધ સ્પર્ધા નું આયોજન થયું હતું. જેમાં ૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેઓ એ “ વન્ય જીવ સંરક્ષણ માં લોકભાગીદારી” વિષય પર નિબંધ સ્પર્ધા માં ભાગ લઇ પોતાના વિચારો નિબંધ થકી વ્યક્ત કર્યા હતા.
સાંપ્રત સમય માં સમાજ ને વન્ય શ્રુષ્ટિ ની જાળવણી માટે લોક જાગૃતિ આવશ્યક ચે. જેના ભાગ રૂપે કોલેજ દ્વારા સરકાર શ્રી તેમજ વનશ્રી નાં સહયોગ થી ઉપરોક્ત કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. જેથી રાષ્ટ્ર નાં યુવા ધન ને પર્યાવરણ બાબતે જાગૃતિ કેળવી શકે. જેમાં પ્રથમ ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને પુરસ્કૃત કરવા માં આવશે તેમજ ત્યારબાદ નાં ત્રણ વિદ્યાર્થીઓ ને આશ્વાસન ઈનામ આપવા માં આવશે જેથી વિદ્યાર્થીઓ માં લેખન કળા ખીલે તેમજ તેમના મૌલિક વિચારો ને મૂર્તિમંત કરી શકે. જેથી પર્યાવરણ બાબતે લોકો ને સરળતાથી જાગૃત કરી શકાય. આગામી ૫ તારીખે વાઇલ્ડ લાઈફ રીસર્ચ અને ટ્રેનીંગ નાં કોન્ફરન્સ હોલ ખાતે સાંજે ૫.૩૦ વાગ્યે ઇનામ વિતરણ કરવા માં આવશે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વન વિભાગ નાં રેંજ ઓફિસર શ્રી વી.જે. પટેલ સાહેબ, બી બી એ કોલેજ નાં પ્રો. માર્ગી દેસાઈ તેમજ ગ્રીન એમ્બેસેડર અંજના નિમાવત દ્વારા કરવા માં આવ્યું હતું. વાઇલ્ડ લાઈફ નાં ડી એફ ઓ સાહેબ પ્રતાપસિંહ ડાભી અને બી બી એ કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંતપૃષ્ટિ સાહેબ દ્વારા કાર્યક્રમ માટે માર્ગદર્શન તેમજ સહકાર પૂરો પડ્યો હતો.